________________
(૩૦૦) આપણે શી વાત કરતા હતાં ને ક્યાં ચાલ્યા ગયા. ધનગિરિએ દીક્ષા ન લીધી હોત ને આજે આ બાલકને પિતા હાજર હોત તો શું રૂપાળે આનંદ આનંદ વર્તાત. પણ ભાવી બળવાન છે. ભાવી આગળ માનવીનું તે શું ગજું?”
ખરી વાત છે, દીક્ષા લેતા પહેલાં એમને સમજાવવામાં કાંઈ બાકી રાખી છે. સુનંદાએ પણ આભ જમીન એક કરી નાખ્યા, છતાંય આ બાલકનો પિતા સાધુ થઈ ગયો.”
એ કૌટુંબિક સ્ત્રીઓ એ પ્રમાણે વાત કરતી હતી. વાત કરતાં કરતાં બાલની જન્મ કિયા કરી. પિતાનાથી બની શકે તેવી તેમણે ખુશાલી જાહેર કરીને સાકર વહેંચી.
સ્ત્રીઓની વાત એ બાલક સાંભળતું હતું. દુનિયાના દરેક બાળકો કરતાં આ બાલકના અધ્યવસાય તત્ર હતા, એની જ્ઞાનશક્તિ કઈ અદ્ભૂત હેવાથી સ્ત્રીઓની તમામ વાતે એણે સાંભળી, એ વાતો સાંભળતાં બાલકે વિચાર કર્યો કે, “નકકી મારા પિતાએ દીક્ષા ગ્રહણ કરી છે. મારા પિતાએ દીક્ષા ગ્રહણ કરી તે મારે શું કરવું.” સ્ત્રીઓના મુખથી દીક્ષા એ શબ્દ સાંભળી બાળકને પૂર્વભવને સૂચવનારું જાતિસ્મરણ જ્ઞાન થયું અને જાતિસ્મરણ જ્ઞાનથી એ સર્વ વસ્તુસ્થિતિ જાણવા લાગ્યા.
હું પણ સાધુ થાઉ તે ઠીક, પણ હું સાધુ કેવી રીતે થઈ શકું. માતા અને સાધુ થવા માટે રજા આપે