________________
(ર૯) જેને પિલ ચલાવતાં આવડતી હોય, જેને પાપને ભય ન હોય, જેને મહાવીરના વચનની કિંમત (શ્રદ્ધા) ન હોય, અને જે જનતાને ઠગવાને પાવર હોય, ભેળાભક્ત શ્રાવકો દોષ ન જોતાં અતિ શ્રદ્ધાળુ બની અહર્નિશ જેની સેવામાં હાજર હોય તેવા સાધુઓ પોલ ચલાવે, બાકી તે ન મળે તો દીક્ષા છેડી સંસારમાં આવી પોતાની વાસનાઓ. પૂરી કરે અને પશ્ચાત્તાપ કરેતો ફરી સમય આવે દીક્ષા લઈ આત્માને તારે એ શ્રેષ્ઠ વાત છે. ”
એ વાત જવા દ્યો હવે. જ્યારે એવી વસ્તુસ્થિતિજ આજે નથી તે પછી એવી નકામી વાત શી કરવી? આપણે નજરે જોઈએ છીએ કે સાધુઓનાં સાધુત્વ કેવાં કષ્ટસાધ્ય છે, આ સંસાર તરવાની કેવીએ મહાન્ પ્રવૃત્તિ કરી રહ્યા છે. ”
ખરી વાત છે કે સાધુજીવન એ પૂજવાને ગ્ય છે. કદાચ ભવિષ્યકાળમાં કઈ સાધુઓ એવા થાય તે જુદી વાત છે. કારણકે ભગવાને કહ્યું છે કે ધર્મ ચાળણીની માફક ચળાશે, સાધુઓમાં અનેક મત મતાંતરે (ગો) થશે, પિતપતાને મત સ્થાપવા ઝગડામાં પડશે, પોતાની મતિઅનુસાર વર્તશે, આચારમાં પણ શિથિલતા જેવાશે, આવી પિલે પણ ત્યારે જેવાશે, પણ એની આપણે શી પંચાત ? કરશે તે ભરશે. ભવિષ્યકાળની વાતે આજે કરવામાં શું લાભ ? ”