________________
(૧૬૭ ) રોહીણીની જેમ, રામ અને સીતાની જેમ, રતી અને કામદેવની જેમ જગતમાં શભા આપનારે થશે.”
મેમાનની પિતાને માટે વાતચિત ચાલતી હોવાથી સુશીલા તરતજ બહાર આવી, સુશીલાને જોઈ સેમચંદ્ર શેઠ બોલ્યા, “સુશીલા ! દિકરી ! આવ, અમે તારી જ વાત કરીએ છીએ. તારા પિતા તારીજ સંમતિની રાહ જુએ છે, બેલ દીકરી! તારા લગ્ન સંબંધમાં તારે વિચાર કે છે?”
મારે તો દીક્ષા લેવી છે. લગ્ન કરવાની મારી મરજી મુદલે નથી,” સુશીલાએ વાતને મૂળમાંથીજ ઉડાવી દીધી.
નારે દીકરી ! તારા ભાગ્યમાં તે હજી મહાસુખ લખાયું છે. લગ્ન થયા પછી સંસારમાં તને સુખ ન જણાય, લગ્ન તને બેડી સમાન લાગે તે પછી ખુશીથી દીક્ષા લેજેને!”
લગ્ન એતે બેડી તે ખરીજને, ભાગ્યેગે સ્ત્રી જો કે અયોગ્ય પતીને પનારે પડી તે એને જન્મારે ધૂળધાણી થઈ જાય.”
પણ ગ્ય પતિ મળે તે?” “ગ્ય કે અયોગ્યની પરણ્યા પહેલાં તે શી ખબર પડે.”
પહેલાં ખાતરી કરી અને પછી લગ્ન કરીયે તે! ” “એમ હોય તો તે ઠીક પણ ખાતરી કરવી શી રીતે?” “તારું મન માને તેમ ખાતરી કર પછી કાંઈ?”