________________
(૨૧૩) પંજાબ જીતી એની આસપાસના બીજા કેટલાક મુલકમાં ફરી તે પાછો ગયો. ઈરાનના શાહ દારાશિકોહ જે મહાન જબરો ને દલપાગલ કહેવાતો હતો તેને પણ સીકંદરે જીતી લીધો હતો.
નવનંદ પછી ચંદ્રગુપ્તના સમયમાં સીકંદરનો સેનાપતિ સેલ્યુકસ ભારત ઉપર ચઢી આવ્યો. ચંદ્રગુપ્ત અને સેલ્યુકસ વચ્ચે મહાન્ યુદ્ધ થયું ને સેલ્યુકસ એમાં હારેલ હોવાથી ચંદ્રગુપ્ત સાથે એણે સંધી કરી પંજાબની આસપાસનો મુલક આપવા ઉપરાંત પોતાની પુત્રી સેલ્યુકસે ચંદ્રગુપ્તને પરણાવી દીધી
ભારત વર્ષ ઉપર એવી રીતે પરદેશીઓના હુમલા અવાર નવાર થવા લાગ્યા. શક લોક, તાતાર લેકે, ગ્રીસના લોકોને, અને મુગલ લોકોનો એમ એક બીજાના હુમલા અંતરે આંતરે હિદ ઉપર થવા લાગ્યા. લગભગ વિક્રમ સંવત પહેલાં મધ્ય એશીયામાંથી આવેલા શલેકેએ માળવાના ગર્દભિલ્લને હરાવીને એનું રાજ્ય જીતી લીધું. શક કેકેએ ભારત ઉપર રાજ્ય સ્થાપ્યું પણ થોડા જ વર્ષોમાં વિક્રમાદિત્યે તેમને હરાવી નસાડી મુક્યા.
જ્યાં સુધી વિમાદિત્યનું રાજ્ય તપ્યું ત્યાંસુધી તો ભારતમાં શાંતિ રહી પણ તેમની પછી પાછી શકલેકને ગ્રીસ લોકેની ચડાઈએ હિંદ ઉપર શરૂ થઈ