________________
( ૨૩૬ ) સ્થિતિ છતાં એને ઉધ્ધાર કરવાને સમર્થ થશે. પણ તે પહેલાં ભગવાન રૂષભદેવનું બિંબ મેળવવા પ્રયત્ન કરે.”
“એ બિબ કોની પાસેથી મેળવવું પડશે, ” જાવડશાહે પૂછયું.
ચકેશ્વરી દેવી પાસેથી તમને બાહુબલીજીએ ભરાવેલું ભગવાન રૂષભદેવનું બિબ મળશે, માટે દેવીની ભક્તિ કરી એમની પાસેથી માગી લે.”
વ્યાખ્યાનની પૂર્ણાહુતિ થતાં ગુરૂને નમી જાવડશાહ ઘેર આવ્યા. નાહી જોઈ ભગવાનની પૂજા કરી બલિદાન વડે ક્ષુદ્ર દેવતાને સંતુષ્ટ કરી તપસ્યા કરવી શરૂ કરી ને મનમાં ચકેશ્વરીનું ધ્યાન કર્યું. એ તપસ્યા કરતાં એક મહિનો પસાર થયે. માનક તપને અંતે ચકેશ્વરીએ પ્રગટ થઈને કહ્યું, “હે જાવડ! તક્ષશીલા નગરીએ જઈ ત્યાંના રાજા જગન્મલ્લની પાસે તે બિંબની માગણું કર. તેના બતાવવાથી ધર્મચક્રની આગળ પ્રભુના બિબને તું જોઈશ. એ બિંબને મેળવી પ્રભુએ કહેલા તીર્થનો તમે ઉધ્ધાર કરો.”
તપનું ધારણ કર્યા પછી એણે શાહી રાજાની આગળ નજરાણું ધરી તક્ષશીલા જવાની રજા માગી. પિતાને કેવું કામ કરવાનું છે તે હકીક્ત રાજાને કહી બતાવી. રાજાએ રજા આપી તેમજ જોઈતી મદદને માટે પણ કહ્યું.