________________
(૨૬૯ )
મનુષ્ય માત્રની શી શક્તિ ! શત્રુંજયની યાત્રા કરવાને જે ભતા ઘરેથી જતા તે બિચારા હુંમેશને માટે આ જગતમાંથી ગુમ થઈ જતા હતા. એ જાલિમ અસુરા પેાતાની ઈચ્છા પ્રમાણે અને મૃત્યુ પમાડતા હતા. એને રીખાવી રીબાવીને અનેક પ્રકારના ઉપાલંભ આપીને ત્રાહી ત્રાહી પેાકરાવી ઘણા દુ:ખપૂર્વક આ જગતમાંથી રવાને કરી દેતા હતા. એના રૂધિરને પર્વતના જે તે ભાગમાં મંદિર કે ગમે તેવા ભાગમાં છાંટવાને એ જીહ્મગારોને અટકાવનાર કોઈ નહાતું. સમર્થ, શક્તિસપન્ન દેવતાઆ એમના ભાગ્યચેાગે પોતાના સુખમાં મગ્ન થયા હતા, કે પ્રમાદના ચેાગે સ્વાભાવિક રીતેજ આ તરફ તેમનું દુર્લક્ષ્ય હતું જેથી આ અસુરાના જુલ્મે વધે જતા હતા.
પેાતાને ક્રીડા કરવા ખાતર કંઈકના જાન લેવામાં આવતા હતા. અનેક મનુષ્યા અને તી ચા તેમના આનદનાં ભાગ થયાં હતાં. જ્યાં ત્યાં એ મૃત લેવા ફૂંકી દેવામાં આવતાં હતાં. કેટલાંક કલેવરેાને ચુથી નાખવામાં આવેલાં, કેટલાકના ટુકડે ટુકડા કરી દેવાયલા. એ હાડકાં સાથે રમત કરનારા પિશાચા જ્યાં ત્યાં હાડકાંને નાંખતા હતા, ચરબીથી અને રૂધિરથી અનેક પવિત્ર જગાઓને લેપ કરતા હતા, જ્યાં ત્યાં માંસના લેાચાએ ફેંકવામાં આવતા હતા. એ અસુરેાની પિશાચાની આવીજ રમતા હતી. આવી બિભત્સ રમતામાંજ એ આનંદ પામનારા હતા.