________________
પ્રકરણ ૩૩ મું.
વજન્મ. ધનગિરિની દીક્ષા પછી સુનંદાએ કેટલાક દિવસ તો દિલગિરિમાં પસાર કર્યા. ધીરે ધીરે દિવસો જેમ જેમ વ્યતિત થવા લાગ્યા તેમ તેમ એ લાગણી ઓછી થવા લાગી ને પોતાના ગર્ભનું પોષણ કરવા લાગી. એ ગર્ભના ઉપરજ એના સુખ દુઃખને આધાર હતો. અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો. સુનંદા સમજુ અને વિવેકી હતી. ગર્ભાવસ્થામાં સ્ત્રીઓએ કેવી રીતે રહેવું જોઈએ તે સમજતી હોવાથી ઘણું જ સાવધાનીથી ગર્ભનું રક્ષણ કરવા લાગી. ગર્ભમાં પણ ઉત્તમ જીવ હોવાથી સુનંદાને કઈ તકલીફ પડી નહી. તેમજ તેનું ઉદર પણ વૃદ્ધિ પામ્યું નહિ. ગુઢગર્ભાની પેઠે એને ગર્ભ વૃદ્ધિ પામવા લાગે. પતિની દીક્ષા પણ ગર્ભના આનંદમાં ભૂલાઈ ગઈ. હવે માત્ર એનાં સંસ્મરણે જ યાદ રહી ગયાં, હવે તો એને બાલક સંબધી જ વિચારો થતા. બાલકને આમ રમાડશું ને બાલકનું આમ પિષણ કરશું, બાલકને સારામાં સારી કેળવણી આપવા પ્રબંધ કરશું ને બાલકને એવા મજમજાહના સ્થાનમાં રાખશું કે જેથી એને વૈરાગ્ય સ્પશે નહિ.