________________
(૨૫) રાતદિવસ અનેક પ્રકારના તરંગમાં ફેલાયમાન સુનંદાને કાળ સુખપૂર્વક વ્યતિત થવા લાગે, અને નિકટનાં સગાંવહાલાં એની સંભાળ રાખતાં હતાં. ઘેર પૈસો હતું એટલે ધન સંબંધી તો ચિંતા હતી જ નહિ. આવકનું સાધન પણ નિયમિત હતું. કેટલીક સ્થાવર મિલકતનું ભાડું આવતું હતું તેમજ કેટલીક વ્યાજની આવકો પણ સારી હતી તેની વ્યવસ્થા માટે ધનગિરિએ લાયક માણસની નિમણુક કરી હતી. ઘરમાં પણ કામકાજને માટે દાસીઓકામકરનારીઓ રાખવામાં આવેલી હતી. તેમજ બીજ પણ કેટલાક માણસો રાખેલા હોવાથી એને વ્યવસાય સારી રીતે ચાલતો હતો.
એ ગર્ભ રૂડી રીતે વૃદ્ધિ પામતાં સુનંદાને પ્રસુતિને સમય નજીક આવી પહોંચ્યું. સગાં વહાલાંની કૌટુંબિક સ્ત્રીઓ પ્રસુતિ સમયે ત્યાં એકઠી થઈ ગઈ. શુભગ્રહોને એમ મળે છતે અને શુભલગ્ન ચાલતે છતે, નક્ષત્ર વગેરેને
ગ પણ રૂડે હતું ને ચંદ્રમા પણ ઉત્તમ રાશિમાં સ્થિત થયે છતે સુનંદાએ સુખપૂર્વક પુત્રને જન્મ આપે.
એ સુકુમાર બાલકની કાંતિ અતિ અભૂત હતી. એ સોહામણું અને તેજસ્વી બાળકને જોઈ કાટુંબિક સ્ત્રીઓ અરસપરસ વાતો કરવા લાગી “અલી ! જે આ બાળક, વાહ ! કે સુંદર અને તેજસ્વી છે ! ”