________________
( રેલ્ડ) ભાઈ ! જેવી તમારી મરજી. અમે તે સારાને માટે તમને કહ્યું હતું પણ તમારે વિચાર નક્કી છે તે પછી અમે વિશેષ કહી શકતા નથી, સાધુના આચાર પાળવા કઠીન છે માટે વિચાર કરીને ડગલું ભરશે. ”
છતાંય તે પછીની બીજી સવારે ધનગિરિ સુનંદા જેતે છતે ઘરમાંથી ચાલ્યા ગયે ને સિંહગિરિસૂરિ પાસે જઈને ધનગિરિએ વિધિપૂર્વક પંચમહાવ્રત ઉચર્યા.
સુનંદા એ જતા ધનગિરિને જોઈ રહી. આ વિશાળ સંસારમાં એકલી અટુલી સુનંદા આનંદ રહિત થઈ ગઈ. મેહની પ્રબળતાથી હૈયામાં બહુ દુ:ખ થયું. નેત્રમાંથી અશુપ્રવાહ વહેવા લાગે. એને ગળે કાચકી બાજી હોય તેમ ગદગદિત થઈ ગઈ. “ હા ! બાળપણમાં આવી જ રીતે બેનને ત્યાગ કરી ભાઈએ દીક્ષા ગ્રહણ કરી હતી. આજે પિતાને ત્યાગ કરી પતિ દીક્ષા લેવા જતો હતો. ભાઈ જે ભાઈ ગયો, સ્વામી પણ ગયા. છતે પતિએ આજે વિધવા જેવી મારી સ્થિતિ થઈ ભવિષ્યમાં થનારે પુત્રજ મારા જીવનનો આધાર રહ્યો. ”