________________
(૨૯૧) અદ્દભૂત કાર્ય કરી શકે છે. પુરૂષોને ઉજ્વળ સંસાર સ્ત્રીઓને લીધેજ હોય છે, એવી સ્ત્રીઓની તમે નિંદા શું કરે છે ? આવું કામ કરવા સાધુ થાઓ છે કે શું?”
“સ્ત્રીઓને નિંદવાની મારી વાતજ નથી પણ બધી સારી સ્ત્રીઓ ઓછી જ હોય છે. સારી સ્ત્રીઓને તરતજ પુરૂષને સારા કાર્યમાં અનમેદના આપે. તારી મરજી હોય કે ન હોય, આવતી કાલની પ્રભાતે હું આ ઘરને હમેશને માટે ત્યાગ કરીશ”
“ભલે જેવી આપની મરજી ને જેવું મારું ભાગ્ય !”
પિતાના પતિની દીક્ષાની વાત જાણી પોતે આનંદરહીત થઈ ગઈ પતિને દીક્ષા લેતા અટકાવવાને એણે બની શકે તેટલો પ્રયત્ન કર્યો પણ ધનગિરિના નિશ્ચય આગળ એનું શું ગજુ ?
ધનગિરિના દીક્ષાના સમાચાર સગાં સંબંધીમાં પણ ફેલાઈ ગયા, સગાં વહાલાં આવીને ધનગિરિને અનેક રીતે સમજાવવા લાગ્યા. “ આવી તરૂણ ભર યુવાનીવાળી ગર્ભવંતી સ્ત્રીને રજળાવી તું શું સાધુ થવા માગે છે ? સંસારીપણે બને તેટલું કરવામાં તને કેણ મનાઈ કરે છે ? પૂર્વ પુણ્યના પ્રભાવે તને ધન મળ્યું છે, સારી સ્ત્રી મળી છે સર્વ કાંઈ છે એ ભોગવ અને મનુષ્યજન્મ સફળ કર. સાધુ થઈને આ બધું ફના કરવા શું બેઠે છે. આ સ્ત્રી