________________
( ર૯૦) “બહુ સારૂજ થશે. મારી તો પ્રથમથી જ લગ્ન કરવાની મરજી નહોતી, છતાં હઠ કરીને તું પરણી. પહેલેથી મેં સાફ જણાવ્યું હતું કે હું દીક્ષા લેવાનો છું. માટે મારી સાથે લગ્ન કરશો નહીં. તે પછી મારા જેવા વૈરાગીને તારે પરણવું જ નહોતું.”
“છતાંય ભૂલથી પરણું જવાયું એમાં તમને મોટું શું નુકશાન થયું. તમને તો ઉલટે ફાયદેજ થયેને, દુઃખ તો મને આવ્યું.”
નુકશાન, આથી ઓછું નુકશાન બીજુ શું હોઈ શકે ! જે મારાં લગ્ન ન થયાં હોત તો આજે ક્યારનીય મેં દીક્ષા લીધી હત. શિવવધુની વરમાળ મેળવવા મેં કેટલેય પ્રયત્ન કર્યો હોત. એ વૈરાગી ઉપર રાગવાળી રમ
ને ત્યાગ કરી રાગીઓ ઉપર વૈરાગી સ્ત્રીને ભજવાથી શું? એ તે નરકને જ રસ્તો બતાવનારી. અલ્પસુખ અને મહા દુઃખ.” - “સ્ત્રીઓને તમે નરકનો રસ્તો બતાવનારી કહી નિદે છે એ તમારા જેવા વૈરાગીઓને શેલે નહી. સાઠ હજાર વર્ષ પર્યત આંબિલનું તપ કરનાર સુંદરીના નામથી પાપને નાશ થાય છે. વિજયા શેઠાણી સતીમાં પણ અદભૂત હતાં. તીર્થકર, ચકવત્તી અને અક્ષયવીર્ય પુરૂષને ઉત્પન્ન કરનારી સ્ત્રીઓ જ હોય છે. સ્ત્રીઓની સહાયથી પુરૂ સંસારમાં