________________
(૨૮૯ ) મહાવીર ભગવાન પણ ભાઈના કહેવાથી બે વર્ષ સંસારમાં રહ્યા હતા ને તમે તો એમનાથીય વધ્યા કે શું?”
“સુનંદા ! તું ખાટી જક્ક ના કર. મહાવીરસ્વામી જ્ઞાનથી જાણતા હતા એમને દીક્ષાનો સમય ત્યારેજ હોવાથી એ થોભ્યા હતા. આપણને એવું વિશેષ જ્ઞાન નથી. આવતી કાલે શું થવાનું છે એની આપણને તો ખબર પણ નથી.”
અરે જગતને ન્યાય તે જુઓ. લેકે સ્ત્રી માટે તે આભ જમીન એક કરી નાખે છે. રામે સીતાજીને મેળવવા પાછળ શું નથી કર્યું? પાંડવોએ દ્રૌપદીના રક્ષણ માટે કાંઈ બાકી રાખી છે, અને ત્યારે તમે મળેલી સ્ત્રીને પણ છોડી દેવા તૈયાર થયા છે.”
એ બધાય મેહના ચાળા હતા. એજ રામ જ્યારે ત્યાગી થયા ત્યારે કેઈ પણ મેહ એમને બાંધવાને સમર્થ થયે નહોતો, એજ પાંડેએ સર્વસ્વ ત્યાગ કરી દીક્ષા લીધી હતી. મેહના નાટકને સમજનારાઓને આખરે તે એ બધુંય સંસારી નાટક છેડીને દીક્ષા લેવી જ પડે છે સમજીને ?”
તેથીજ તમે પણ આટલા બધા દીક્ષા માટે આતુર જણાઓ છે. તમારી દીક્ષાની વાત સાંભળી મને બહુ દુઃખ થાય છે પાછળ મારી શી વલેહ થશે.” ૧૮