________________
વાર ના નથી અન છvણ રર
(૨૮૮) હું હવે કોઈપણ રીતે આ સંસારથી બંધાવા માગતા નથી. સુનંદા ! રાજી ખુશીથી મને જવાદે, અન્યથા. તારી નામરજી છતાં હું હવે ચાલ્યા જઈશ.કઈરીતે હવે હું સંસારમાં રહી શકીશ નહી ને તારી રજાની પણ મને જરૂર નથી.”
“ભલે ન રહેત! પણ પુત્રને જન્મ મહોત્સવ કરી પુત્રનું મુખ જોઈ ભલે ખુશીથી દીક્ષા લેજે. ગમે તેમ કરી પુત્રના જન્મ સુધી તે તમે રહેજ?”
તે નહી બને. હું હવે એક દિવસ પણ રહેવા માગતો નથી, સમજી? ભલી થઈને મને જવાદે, તું તારું સંભાળી લે, મને મારું સાધવા દે.”
પણ તમારે એટલી તો મારી અરજ સ્વિકારવી જ જોઈએ, પુત્રને જન્મત્સવ કર્યા પછી દીક્ષા લે તે તમને શું વાંધો છે?”
“એમ પૂછું છું કે અત્યારે દીક્ષા લેવામાં તને શું વધે છે? આજના ક્ષણભંગુર દેહનો તે કાંઈ ભરો છે. કેણ જાણે છે કે કાલે શું થવાનું છે.”
બીજું શું થવાનું વળી, તમારે દીક્ષા લેવાની ને મારે સંસારની ઉપાધિમાં ફસાઈ રહેવાનું. પણ દીક્ષા લેતાં પહેલાં સર્વની અનુમતિ લેવાય તોજ એની શ્રેષ્ઠતા છે. '