________________
પ્રકરણ ૩૨ મું.
ધનિગિરની દીક્ષા.
અર્થ અને કામમાં મગ્ન રહેવાથી સંસારીઆ કત્યારે પણ ધર્મ સાધી શકતા નથી. એ ધર્મ ત્યાગમાર્ગ સિવાય નજ સધાય, કારણ ગૃહસ્થને અનેક જ જાળ વળગેલી હાય છે અનેક ઉપાધિઓમાં ગુંથાયલ રહેવાથી મેાક્ષને માર્ગ સાધવાને અવકાશ રહેતા નથી. મેાક્ષના માર્ગ સાધવાને ચેાગ્ય રસ્તે તે સાધુજીવન છે. આ સંસારમાં અલ્પ આયુષ્યવાળા માનવાનુ જીવન આશામાંને આશામાંજ પૂર્ણ થાય છે. મારે તેા પ્રથમથીજ દીક્ષા લેવાની હતી પણ માતા પિતાની રજા નહી મળવાથી હું ચારિત્ર લેતાં અટકી ગયા હતા. પાછા મળાત્કારે પિતાએ પરણાગ્યે. પરણાવી સંસારના ખાડામાં નાખી દીધા. માતાપિતા પણ સ્વર્ગવાસી થયાં, હવે દીક્ષાને માટે મને કાઈની રજાની જરૂર ન હાતી. પણ આ પરણેલી પ્રિયાને એકલી તરાડી રજળતી મુકી દીક્ષા લેતાં મન અચકાતું હતું. હવે પ્રિયા ગર્ભવતી હાવાથી એ હુરત પણ દૂર થઈ હાવાથી અને સમજાવી દીક્ષા લઇ આ ભવસાગર તરી જાઉં.
ધનગિરિ હવે દિક્ષાને માટે ઉતાવળા થઇ ગયા હતા.