________________
(૨૮૫)
ધનગિરિની આવી વાણ ધનપાલશેઠની સુનંદાએ સાંભળી, એ સુનંદાના બંધુ આર્ય સમિતે સિંહગિરિ પાસે દીક્ષા લીધેલી હતી. એની જ બેન સુનંદાએ નક્કી કર્યું કે
એ ધનગિરિને જ હું પરણું. આ ભવમાં તેજ મારે વર થાઓ.”
સુનંદાએ પોતાનો નિશ્ચય પિતાને જણાવી દીધો. ધનપાલે ધનગિરિના પિતાને વાત કરી લગ્ન કરી નાખ્યા. ધનગિરિની મરજી નહિ છતાં સુનંદા અને ધનગિારનાં લગ્ન થયાં ને દીક્ષાના કેડ મનમાં રહી ગયા.
લગ્ન થયા છતાં ધનગિરિ તો વૈરાગીજ હતો, માતા પિતાના આગ્રહથી એને કમને લગ્ન કરેલું પણ એથી કાંઈ એને દીક્ષાને ભાવ કમી થયે નહી. એતો પહેલાના જે ભાવ સાધુજ હતું. પરિણીત સ્થિતિમાં કેટલાક કાળ વ્યતિત થયે ને માતા પિતા પણ આ લેકમાંથી વિદાય થઈ ગયાં. હવે એને દિક્ષાને માર્ગ મોકળો થઈ ગયો.
સુનંદાએ પણ મનમાં તે નકકી ધાર્યું જ હતું કે સ્વામી જે દીક્ષા લેશે તે આપણે પણ દીક્ષા લેશું. એવાં પરિણામ છતાં પણ તેમને કેટલાક કાલ સંસારીપણુમાં વ્યતિત થયો. સંસાર સુખ ભેગવતાં ગૌતમસ્વામીએ પ્રતિબધિત પેલો તિર્થ જૅભગદેવ આયુ પૂર્ણ થતાં ચવી છીપમાં મેનીની જેમ સુનંદાના ઉદરમાં ઉત્પન્ન થયે.