________________
(૨૮૭) સંસારમાંથી નીકળી જવાને એણે નક્કી ઠરાવ કર્યો, તત્વને જ્ઞાતા હોવાથી આ દુખપૂર્ણ સંસારનું સ્વરૂપ એ જાણ હતું. જન્મ મરણનાં તથા ગ શોકાદિકનાં દુઃખોથી એ ત્રાસી ગયે હતે. આયુષ્ય ચંચળ હોવાથી આક્ષણભંગુર શરીરને અંત ક્યારે આવશે તે કાંઈ નકકી નથી તેથી વિવેકી મનુષ્ય આ સંસારની મેહનિદ્રામાંથી તાકીદે જાગૃત થવું જોઈએ કાળ કાંઈ કોઈની ઓછી રાહ જુએ છે !
એક દિવસે ધનગિરિએ સુનંદાને દીક્ષા લેવાના ઉદેશથી કહ્યું, “આ સંસારથી મારું ચિત્ત ઉદ્વિગ્ન હોવાથી હું હવે દીક્ષા લેવાને જાઉં છું. આ બધું તને ભળાવી હું રવાના થાઉં છું. ”
“સ્વામી ! હાલમાં દીક્ષા લેવી આપને શું યોગ્ય છે? મારી સ્થિતિ તરફ તો જુઓ, જરા અબળાની દયા ખાઓ?”
તારી દયાથીજ હું આટલે વખત સંસારમાં રેળા, હવે તું ગર્ભવતી છે. પુત્ર થશે તે તેને આધારભૂત થશે. ધન પણ આપણે ત્યાં પુષ્કળ છે. ખાઓ, પીઓ ને બની શકે તેટલું ધર્મસાધન કરે ! ”
એ બધુંય ખરું પણ પુરૂષ વગરતે કાંઈ ઘરની શોભા છે. ગમે તેવી મહેલાતો પણ એકાકી અબળાઓને શા કામની ?”