________________
(૨૨) અને આ ધનની તારી પછવાડે શી દશા થશે એને કાંઈ વિચાર આવે છે કે નહિં. આ જુવાન સ્ત્રીને તો વિચાર કર. તારા વિના એની જુવાની શું જશે એનો વિચાર કર્યો? બધા સગાંના વચનને અવગણીને તમારે સાધુ થવું છે કે યાદ રાખજો પસ્તાવું પડશે. ઘરમાં સ્ત્રીની રજા લીધી કે, નાની બાયડીને છેડી સાધુ થતાં લાજ નથી આવતી લાજ! જરા શરમાવ! વિશેષ શું કહીયે. જેને ખાવા ન મળે તેવા ગરીબ ભલે સાધુ થાય, આજીવિકાના દુઃખથી કંટાબેલાને સાધુઓ ભલે મુંડે, બેરી ન મળવાથી એકલે આમ તેમ હરાયારની માફક આથડતો હોય એના કરતાં તે ભલેને સાધુ થાય. જે શ્રીમંતે તારી માફક બધા સાધુ બની જશે તે ગરીબ શ્રાવકેને ઉદ્ધાર કોણ કરશે. એની લક્ષ્મીની શી દશા થાય. ધન તારી પાસે ઘણું છે તે સાધમની ભક્તિ કર, ગરીબ શ્રાવકને મદદ આપી એમને સુખી કર. એ લાભ શું તને ઓછો લાગે છે કે સાધુ સાધુ જંખી રહ્યો છે. કયા સાધુએ તને ભૂરકી નાખી છે એ તે કહે ? ”
તમને સંસારના રસીયાઓને આ સિવાય બીજું શું કહેવું ગમે? સાધુના નામથી આટલા બધા ભડકે છે શું કરવા. તમે તમારે ઘેર સિધાવે. તમારા અભિપ્રાયની મને જરૂર નથી, ” ધનગિરિએ સાફ સંભળાવી દીધું.
ધનગિરિને નિશ્ચય જાણ સગા વ્હાલાએ કહ્યું,