________________
(૨૮૩) જેવા સુકુમાળને પણ રજા વગર દીક્ષા આપવામાં નથી આવી, એ માતા રજા નથી આપતી, છતાં પણ શાલીભદ્ર માતા પાસેથી દીક્ષાની અનુમતિ મેળવે છે. ”
“ આખરે શાલીભદ્રના આત્મબળ આગળ માતા હારી જઈ એ પ્યારા એકનાએક દેવ જેવા ભેગીપુત્રને દીક્ષાને ખોળે અર્પણ કરે છે. છ વર્ષના અતિમુક્તકુમાર દીક્ષાના ઉત્સાહવાળા થતાં માતા પિતાની રજા મેળવે છે ત્યારે જ ભગવાન દીક્ષા આપે છે. કૃષ્ણની દાસી થનારી પુત્રીને વીરે શાળવી પરણે છે. જ્યારે દીક્ષા લેવાની વૃત્તિ થાય છે ત્યારે કૃષ્ણ વીરા શાળવીની રજા લીધા પછી એ પુત્રીને દીક્ષા અપાવે છે. બત્રીશ બત્રીશ સ્ત્રીનો ભેગી અવંતીકુમાર નલિની ગુલ્મ વિમાને જવાને ભગવાન આર્ય સુહસ્તિ પાસે દીક્ષા પામે છે. સુહસ્તિસૂરિ શું કહે છે? “માતાની રજા લાવો” અવંતિને માતાની રજા નથી મળતી છતાંય એ રજા લેવાને કેટલો પ્રયત્ન થાય છે. છેવટે પોતાને હાથે લોન્ચ કરી સાધુને વષ પહેરી લીધો. માતા એના આત્મબળ આગળ પરાજય પામે છે. પછી ગુરૂમહારાજ એને પ્રવજ્યાને વિધિ કરાવે છે. તું જાણે છે ને રૂષભદેવ જેવા ભગવાન દીક્ષા આપનાર છતાં સુંદરીને દીક્ષા લેતાં ભરત મહારાજે અટકાવી હતી. પરિણામે સુંદરીએ ગ્રહસ્થપણામાંજ સાઠ હજાર વર્ષ પર્યત આંબીલની તપસ્યા કરી હતી. પણ ભગવાને દીક્ષા આપી નહી. આખરે ભરત મહારાજે રજા આપી ત્યારેજ સુંદરીએ દીક્ષા લીધી