________________
( ૨૮૧ ).
વગેરે અનેક શહેર માળવાની ગૌરવતા વધારી રહ્યાં હતાં. એ તુંબવનમાં એક શ્રીમંત રહેતા હતા એની ધનદૌલતને કાંઈ સુમાર ન હતો, વ્યાપાર રોજગારથી અઢળક લક્ષ્મી આવતી હતી. એ શાહુકારના એકના એક પુત્રનું નામ ધનગિરિ હતું.
ધનગિરિ વનાવસ્થામાં આવ્યું એટલે કન્યા ઉપર કન્યા આવવા લાગી. માતાપિતાએ એકના એક લાડીલા પુત્રને પરણાવવા અતિ આતુર હતાં. એ અઢળક દલિતને વારસ આ એકનો એક ધનગિરિ હતો એને પરણાવ્યા વગર તે ચાલે, લગ્નથી વિશેષ લ્હાવો સંસારીને બીજે તે કર્યો હોઈ શકે વારૂ ? પુત્ર કન્યા પસંદ કરે તે ઠીક નહિતર પિતાએ લગ્ન કરી નાખવાનો નિશ્ચય કર્યો.
ધનગિરિ પણ જરા આડે તો રજને ! પિતા એને એના મન પસંદ કન્યા પરણાવે તોય ભાઈને પરણવું ના ગમે, એને સારી શિખામણ પણ કેણ આપે, એણે તો પિતાને સાફ સાફ સંભળાવી દીધું કે મને પરણાવશો નહી, તે હવે સાધુ થવાને !
દીક્ષાની વાત સાંભળી માતાપિતા ચમકયાં. ખબરદાર સાધુ થયે તે, અમારા જીવતાં તે નહિ જ. અમારા મુવા પછી દીક્ષા ભલે લેજે. માતાપિતાએ ધનગિરિના ઘણું પ્રયત્ન છતાં દીક્ષા લેવાની રજા ન આપી.