________________
( ૨૮૦ ).
અષ્ટાપદ ઉપર ચઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એક ઉપવાસે પારણું કરનારા પહેલે પગથીએ હતા, છઠ્ઠને પારણે પારણું કરનારા પાંચસો બીજે પગથીએ હતા અને ત્રણ ઉપવાસના તપથી પારણું કરનારા પાંચસો ત્રીજે પગથીએ હતા. એવી રીતે પંદરસો તાપસો ત્યાંથી આગળ વધી શકતા નહોતા. ગૌતમસ્વામીની આવી અપૂર્વ શક્તિ જોઈ પંદરસોય એમના શિષ્ય થયા હતા. એમની ઈચ્છાથી નજીકના ગામમાંથી એક પાત્રમાં ક્ષીર લાવીને એનાથી પંદરસો તાપસોને પારણું કરાવ્યું એવા એ લબ્ધિવંત હતા. ભગવાન મહાવીરસ્વામી પાસે પહોંચે તે દરમીયાન પંદરસો કેવળી થઈ ગયા. ગતમસ્વામીની પાટ ન ચાલવાનું કારણ માત્ર એક જ હતું કે તેમણે જેમને જેમને દિક્ષા આપી તે સર્વે કેવલજ્ઞાન પામી મુકિતમંદિરના વાસી બની ગયા. છેવટે ગતમસ્વામી પણ મુકિતની વરમાળા પહેરી શિવવધુના સ્વામી થયા.
ભારતમાં અનેક દેશે એકબીજાની સ્પર્ધા કરતા પિોતપોતાની મહત્તા વધારી રહ્યા હતા. કચ્છ, સૌરાષ્ટ્ર, સિંધ, લાટ, ચેદી વગેરે અનેક દેશોમાં માળવા પણ સુપ્રસિદ્ધ હતો. એ માળવાની રાજધાની અવંતી (ઉજ્જયિની) તે કંઈ જમાનાનું જૂનું અને જાણીતું શહેર અનેક મહાપુરૂષોના ચરણકમળથી પવિત્ર થયેલું હતું. એની ગૌરવતાની સીમા નહોતી.
તે સિવાય બીજા પણ દશપુર, તુંબવન, માંડુ, ધાર