________________
(ર૭૩) માણસ હોય કે દેવ પણ એને પોતાની ઠકુરાઈની અત્યંત ખુમારી હોય છે, એ ખુમારીજ એની પાસે અનેક અનર્થો કરાવી એને એમાંજ આનંદ બતાવે છે. કારણ કે અજ્ઞાનતાજ આ બધાય અનર્થોનું મૂલ છે.
શત્રુંજય ઉપર નગ્નતાંડવનૃત્ય કરનારા પણ આ કોટીનાજ હતા. અનર્થ કરનારા, જુલમ કરનારા કાંઈ ભવિષ્ય ઓછું જ જુએ છે કે આવી જહાંગીરી આપણું અનંતકાળ કાયમ રહેશે એ તો માત્ર વર્તમાન કાળનેજ જેનારા છે. ઘણા કુર કમી, ક્રોધી, અભિમાનીઓને કર્મોની અતિશય બાહુલ્યતાથી વર્તમાન સિવાય ભૂતભવિષ્ય તરફ એમની પ્રાયઃ દષ્ટિ જતી નથી. મહામિથ્યાત્વના ઉદયવાળાને કે પાપમાં અંધ થયેલાને એ સિવાય બીજી કયી દષ્ટિ હોય?
જાલીમોના જુલ્મ કરવાના પરવાના કાંઈ અમરતો નથી જ છતાંય અમુક વખત સુધી એમના તરફથી પણ જગતને સહન તો કરવું પડે છે. અમુક સમય પર્યત એમની સત્તા અબાધિત અને નિરંકુશપણે જગત ઉપર અવશ્ય ચાલે છે. જગત એમના ત્રાસથી ગમે તેટલું ત્રાહિત્રાહિ પોકારે કે ખુદ ભગવાનની પણ પ્રાર્થના ભલે કરે, છતાંય એટલે સમય ખુદ ભગવાનને (વિધિને) પણ ઉપેક્ષા કરવી પડે છે. ગમે તેવાં ભયંકર કૃત્ય તરફ પણ આંખ આડા કાન કરવા ૧૮