________________
(ર૭૪) પડે છે. અમુક વખત સુધી એમને પણ સામ્રાજ્ય ભગવવાનું હોય છે. એમના એ અધમ સામ્રાજ્યને વિધિ પણ તે વખતે તો ઓર મદદગાર થાય છે. પાપીને પાપ કરવામાં સહાયકારી બને છે અને બિચારા રંક, અનાથ, ગરીબ જનના ભેગો ઉપર ભેગે લેવાય છે. અનેક નિર્દોષનાં રત રેડાય, શિયલવંતીઓનાં શિયલ લુંટાય, એ બધાય ગ જુલ્મગારની તૃપ્તિને માટે જગતને ધરવા પડે છતાંય જુલ્મીઓનાં રૂવાટાં પણ ન ફરકે, એમનો એક વાળ પણ વાંકે ન થાય.
જગતની સારી નરસી દરેક વસ્તુ કાળની મર્યાદા ઉપર જરૂર આધાર રાખે છે. જ્યાં સુધી એનો કાળ પરિપકવ ન થયે હોય ત્યાં સુધી કેઈનું કાંઈ થતું નથી. જુલમગાર હોય કે સિતમગર હોય અથવા તો જગતનો વિધ્વંસ કરનાર હોય એવા મહાશયતાન સામે બળવાનમાં બળવાન વ્યક્તિ પણ એનાં સિંહાસન ડોલાવવાને મીટ માંડીને બેઠી હાય. પારાવાર ઉદ્યમ કરતી હોય પણ જે તેની સ્થિતિ પરિપકવ ન થઈ હોય તે બળવાનનુ પણ કાંઈ ચાલે નહી ને ઉલટુ જુલ્મગીરના જુલ્મને જ ઉત્તેજન મળે.
આ અસુરના તાંડવનૃત્યની પણ મર્યાદા હતી. ભલે તેઓ શત્રુંજય ઉપરના રહેઠાણના પિતાના અમર પરવાના ધરાવતા હોય, એમની એ અતુલનીય શક્તિ ઉપર ભલે એ નિર્ભય હોય; પણ હવે શત્રુંજયની આશાતના કરીને, ત્યાં