________________
(ર૭૧ ) દીલને વ્હેલાવવાને અનેક દીવ્ય ગાનતાન અને સંગીતનુ પાન કરવાને માણસ પુણ્યકાર્ય કરી દેવલોકમાં જાય છે ત્યારે એવા સુખમય દેવભૂમિમાં પણ એ બહુલકમી ક્રૂર પરમાધામીને લેશપણ આનંદ કે મજા પડતી નથી ત્યારે એમની મજાનું સ્થાન કયાં?
પહેલીથી ચોથી નરક પર્વતના નારકીના જીવને દુઃખ આપવામાં, એમને એમની પૂર્વની સ્થિતિ સંભળાવી મહેણાં ઉપાલંભ સંભળાવવામાં, ટુકડે ટુકડા કરવતથી કરવામાં, તત્પરસીસુ પીવરાવવામાં, વૈતરણીનદી તરાવવામાં, સાણસા વડે ખેંચવામાં, હરસનું પાન કરાવવામાં, ભાલાની અણીથી વીંધવામાં કે એમને આકાશમાં ઉંચા ઉછાળી ભાલા કે ત્રીશૂળની અણી ઉપર છલી લઈ વીંધી નાખવામાં એવાં અનેક પ્રકારનાં નારકીના જીવને દુઃખ આપવામાં એ પરમાધામીઓને એવો તે મહાઆનંદ થાય છે કે એવા મહાઆનંદમાં ને આનંદમાં એ નારકીઓમાંજ એમનું આખુંય જીવતર ખલાસ થઈ જાય છે. આવા મહાઆનંદનો ઉપભેગ કરવામાંજ એમના જીવનને સર્વ કાલ ચાલ્યા જાય છે. અસુરકુમારનિકામાં ઉત્પન્ન થયા એજ એમનો લાભ, બાકી તો ત્યાંથી નીકળી નરકમાનો આનંદ ચાખ્યા પછી ફરીને પોતાનાં ભુવન જેવાને પણ પ્રાય: ભાગ્યશાળી થતા નથી. એવી રીતે દેવ