________________
(૫૪) બાહુબલીએ પણ ત્યાં રહી તપ કર્યું હતું. તાલધ્વજ પણ શત્રુંજયનું એક શિખર ગણાય છે. શત્રુંજયનાં એવી રીતે એકવીશ શિખરો વર્ણવેલાં છે. કચ્છ મહાકચ્છના વંશના તાપસો ચકાયુધના ઉપદેશથી બોધ પામી શત્રુંજય ઉપર આવ્યા તે એક શિખર ઉપર તપ કરતાં કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા તે શિખર તાપસગિરિના નામે પ્રસિદ્ધ થયું. રૂષભદેવના સમયમાં ગોમેધ નામે યક્ષ તીર્થને અધિષ્ઠાયક હતો ને કપદીયક્ષ તો તે પછી સ્થાપન થયા છે, જ્યાં ત્રણ કોડ સાથે રામ અને ભરત મેક્ષે ગયેલા છે અનંત તીર્થકરે ત્યાં મેક્ષ પામેલા છે. અનેક ચક્રવતી, બળદેવ અને વાસુદેવે ત્યાં આવી ગયા છે. એકાણુલાખની સાથે નારદ મેક્ષે ગયેલા છે. વસુદેવની પાંત્રીસ હજાર સ્ત્રીઓ, એકહજારની સાથે થાવસ્થા પુત્ર મેક્ષ પામેલા છે. કૃષ્ણના શાંબપ્રદ્યુમ્ન સાડા ત્રણ કોડની સાથે મેક્ષ પામેલા છે. પિતાની બેનને ભેગવનાર ચંદ્રશેખર રાજાને પણ એ ગિરિના આશ્રયથી ઉદ્ધાર થયે છે. અનેક પાપીઓ શત્રુંજયને આશ્રય લઈને તરી જાય છે એવા આ મહાતીર્થન હે જાવડશાહ ! આ વિષમ સમયમાં તું ઉદ્ધાર કર. સંઘ લઈને એ મહાતીર્થની યાત્રા કર અને આ ભવસાગર તરી જા, આવા સમયમાં તેરમો ઉદ્ધાર કરી મહાપુણ્યનું ફળ મેળવ.
*સાડા આઠ કોડિ પણ કહ્યા છે.