________________
(૨૫૫) તારી પછી બાહડમંત્રીને ચૌદમે ઉધ્ધાર સંવત ૧૨૧૩ માં, સમરાશાહને પંદરમે ઉધાર સંવત ૧૩૭૧ માં ને કમશાહને સં. ૧૫૮૭ માં સોળમો ઉદ્ધાર થશે, અને સત્તરમે છેલ્લે ઉધાર દુ:પસહસૂરિના સમયમાં વિમલવાહનરાજા કરશે. ગુરૂ ઉપદેશ આપતા હતા એ સમય દરમીયાન કઈ દિવ્ય પુરૂષ દિશાઓને પ્રકાશીત કરતે, વિદ્યુતની જેમ આકાશને ચમકાવતો ને લોકેના ચિત્તને ક્ષેભ પમાડતા આકાશમાર્ગેથી કઈ દેવપુરૂષ ત્યાં આવી વાસ્વામીને નમ્યા, ભગવાન ! મારું નામ કપર્દીયક્ષ, બધા વિશ્વને સંહાર અને ઉદ્ધાર કરવાને સમર્થ અને સર્વ શક્તિમાન, લાખ યક્ષને સ્વામી આજે આપની સેવામાં ઉપસ્થિત થયે છું. આપના પ્રભાવથી આ છધ્ધિ પામ્યો છું તે સાંભળે!
પ્રકરણ ૨૯ મું.
કપદ યક્ષ. લાગે જે સંગ સજીનનો, સુજનતા સહેજે આવે છે, લાગે જે રંગ વ્યસનોને, પલકમાં પ્રાણ જાવે છે; પત્થર મુગુટમાં બેસીને, ભલા ભલાને નમાવે છે, સિંહ ચર્મ ઓઢીને, ગર્ધવ બધાને ડરાવે છે.