________________
(૨૫૭ ) ભેગવવું, આ મનુષ્ય લેકમાં જે જે મેજમજાહનાં સાધન હોય તેને ખુબ ખુશીથી ઉપયોગ કરી જીંદગીને ખેલાવવી એજ મનુષ્ય જીવનનું ફલ હતું. એમાંથી મને બહાર કાઢવાને કેઈની તાકાદ નહાતી.
જગતમાં મનુષ્યને યુવાની એ એક એવી વસ્તુ છે કે એને સંભાળવી એ અતિ મુશીબત છે. એ યુવાન, માજશેખ, ભોગવિલાસ અને એવી મેહકવસ્તુ તરફ સ્વાભાવિક આકર્ષાય છે. સંસારની એ લાલચભરી વસ્તુઓથી યુવાનીમાં મુક્ત રહેવું એ અતિ કઠીન વસ્તુ છે. એવી ભર યુવાવસ્થામાં લક્ષ્મી જે છુટથી વાપરવાને મળી હોય તો જોઈ લ્ય. લક્ષ્મીને મદ યુવાવસ્થાને માનસિક વિકારની તૃપ્તિને માટે જ્યાં ત્યાં ખેંચી જાય છે અને એમાંય ઠકુરાઈ મળી તો પછી પુછવું જ શું ! અને પાછા એ બધાંયને ઉત્તેજન આપનાર અવિવેક હાય પછી જુઓ એ પામર મનુષ્યની દશા !
વૈવન, ધનસંપત્તિ, ઠકુરાઈ અને અવિવેક એ એક એક વસ્તુ પણ અનર્થ કરનારી હોય છે તે એ ચારે વસ્તુઓ એકજ સ્થાનકે ભરાઈ ગઈ હોય તે પછી જેઈ એની ઉદ્ધતાઈ. દેવગે મારામાં એ ચારે વસ્તુને નિવાસ હતો. એ ચારે વસ્તુથી હું મદન્મત્ત થઈ ગયો હતો. મારા જેવામાં એ ચારે વસ્તુઓ ભરીને મારા જીવનને પાયમાલ કરવાની ૧૭