________________
(ર૬પ) શુભલગ્ન જાવડશાહે સકલ સંઘસહીત શત્રુંજય તરફ પ્રયાણ શરૂ કર્યું. ગુરૂ વજાસ્વામી પણ સાથે હતા, પેલે કપદીયક્ષ પણ પોતાના સેવકો સાથે આકાશમાં એમની સાથેજ ચાલતો હતો.
પ્રકરણુ ૩૦ મું
તાંડવ નૃત્ય. ભલે હે દેવ કે દાનવ, ચલાવે પાપની ભઠ્ઠી, અગર હે ચાહે કો માનવ, ચલાવે જુલ્મની ચક્કી, સતાવે મોટો નાનાને, જમાનો એ હવે આવ્યો, સતમગારી ચલાવાને, જમાને એ હવે આવ્યો. ”
એક તરફ જાલીમ અસુરેનું બળ તોડવા માટે વાસ્વામી તથા જાવડશાહ શત્રુંજય તરફ જવાની તૈયારી કરી રહ્યા હતા. એમની આ શુભ પ્રવૃત્તિને સારોય સોરઠ દેશ અતિ આનંદથી વધાવી રહ્યો હતો. ર દૂર દેશની જૈન ધર્મ પાળતી પ્રજા એ પ્રવૃત્તિને નિહાળી રહી હતી, પરીણામ જાણવાને માટે અતિ આતુર બની રહી હતી. ત્યારે શત્રુંજય પર્વત ઉપર કાંઈક જુદુજ સ્વરૂપ જેવાઈ રહ્યું હતું. જ્યાં ધર્મરાજ્ય હોવું જોઈએ એને બદલે ત્યાં અસુરેનું પાપ સામ્રા