________________
(ર૬૪) મદદ કરવા આવ્યો હતો ને હવેથી આ પદ યક્ષ તને સંપૂર્ણપણે સહાય કરનારો થશે.” પદો પણ પિતાને કરવા ચોગ્ય કાર્યથી અતિ પ્રસન્ન થયે.
ગુરૂવાણી સાંભળી જાવડશાહ ઘણા ખુશી થયા. અને કપદીએ તેમની ખુશીમાં વધારો કર્યો. તમે ઘણી ખુશીથી શત્રુંજયનો ઉદ્ધાર કરે, ગુરૂ કૃપાથી એ જુમી અસુરોનો હું સંહાર કરી તમારાં બધાંય વિડ્યો તોડી નાખીશ. આ કાર્યમાં ગુરૂમહારાજની પેઠે છેવટ સુધી હું તમને સહાયકારી થઈશ ને હવે એ અસુરોને અંત આવેલો સમજે.
પોતે જે સમયની રાહ જોતા હતા તે સમય હવે આવી પહોંચ્યો હતો. મંત્રશક્તિ, ઉત્સાહ શક્તિ અને પ્રભુશક્તિ શત્રુ કરતાં જ્યાં સુધી પૂરેપૂરી વિકાસ ન પામી હોય, ત્યાં સુધી ગમેતેવાને પણ રાહ જોવી પડે છે ને શત્રુના બળને પણ વિચાર કરવો પડે છે. શત્રુ ગમે તેવા સમર્થ હતા અસુર હતા છતાં હવે એમનાં પાપ ભરાઈ ગયાં હતાં. પાપ કરતાં કરતાં એ શક્તિઓ હવે ઉત્સાહરહીત થઈ ગઈ હતી. જ્યારે આ તરફ ગુરૂ વજીસ્વામી, કપદી યક્ષ અને જાવડશાહનીમંત્રણ અભૂત હતી. ઉત્સાહ પણ મા સમાયે નહતો તેમજ પ્રભુત્વશક્તિની તો વાતશી ! જાવડશાહ સમર્થ ગુરૂ પણ મહા સમર્થ ને એવાજ કપદી યક્ષ અસુરને માટે, બધેય વેગ અનુકૂળ આવવાથી એક દીવસના શુભ મુહુર્ત અને