________________
( ૨૬૩ ) આધાર છે. વારંવાર આપને સંભારતો નવકારનું સ્મરણ કરવા લાગ્યા ને વ્યસનની નિંદા કરવા લાગ્યા. એવી રીતે પાપને પશ્ચાત્તાપ કરતાં ને આપનું સ્મરણ કરતાં–નવકાર સાંભળતાં હું વિષ પીડાથી પીડાતો છતાં એ બધાંય સગાં સંબંધી જેતે છતે મૃત્યુ પામી ગયે ને આ યક્ષ જાતિમાં હું ઉત્પન્ન થયો.
મારું નામ પદયક્ષને એક લાખ યક્ષને હું સ્વામી. અત્યારે ચાહે સો કરવાને હું શક્તિવાન છું. તે હે સ્વામી! કહો આપની શી સેવા બજાવું? આપ કહતે પૃથ્વીને લવણસમુદ્રમાં ડુબાડી દઉં અથવા તો મેરૂને ક્ષણમાત્રમાં ચૂર્ણ કરી નાખું! આપના પ્રભાવથી આ સ્થિતિને હું પામ્યો છું,” એમ બોલતે યક્ષ વિનયથી નમી આભૂષણોથી શોભતો વાસ્વામી પાસે બેઠે. ચારે હાથે પાશ, અંકુશ, બીજેરૂ અને અક્ષમાલાથી જેના શોભી રહ્યા છે, હાથીનું જેને વાહન છે એવા અનેક નિધાનના સ્વામી દેવતાઓથી સેવાતા તે પદી યક્ષે વજસ્વામીની સ્તુતિ કરી.
કપદીને વૃત્તાંત સાંભળી વાસ્વામી અને જાવડશાહ સહીત પર્ષદા પણ ખુશી થઈ. વાસ્વામીએ કહ્યું, “જાવડ! તું ભાગ્યશાળી છે. હવે શુભ મુહુર્તે તું શત્રુંજય પ્રયાણ કર. લાંબા કાળથી જે સમયની અનુકૂળતાની હું રાહ જેતે હતો તે સમય આવી પહોંચે છે. તારા ભાગ્યમેગે હું તને