________________
(ર૧ ) મૃત્યુ લેકની ગાદી પણ ગુમાવી. પરભવમાં કોણ જાણે શુંય મલશે ને આ ભવમાં પણ મળેલું ગુમાવવું એ તો મુખઈ છે. માટે ભાગ્યથી મળેલું શામાટે નહિ જોગવવું.
આપની આપેલી બાધા હું પાળી શકે નહિ, માનવ લેકની મોજમજાહમાં મુગ્ધ બની આપની શિખામણ હું ભૂલી ગયે. એ કામાંગનાઓના મેહમાં મુગ્ધ બની એમના કરકમલમાં રહેલા પ્યાલામાં ભરેલી મદિરાને અમૃત સમાન ગણી હોંશે હોંશે પાન કરવા લાગ્યો, એ મદિરાના પાનથી ઇંદ્રિય ઉન્મત્ત થઈને હું વિષયોનો પાછે ગુલામ બની ગયા.
પણ એ બધુંય ઝાઝા દિવસ ન નમ્યું. એક દિવસ મધ્યરાત્રીને સમયે હું ભદ્રાસન ઉપર બેસી સ્ત્રીઓની સાથે કાદંબરીમદિરાનું ચંદ્રશાલામાં પાન કરતો હતો. નવકારમંત્રના સ્મરણપૂર્વક એનું હું પાન કરૂં એટલામાં પક્ષીથી ભક્ષણ કરાતા સપનું ઝેર એ મદીરામાં પડ્યું તેની ખબર પડી નહી. એ મદિરાનું પાન કરી ગયા ને થોડી વારે વિષ આખા શરીરમાં પ્રસરવા માંડયું. તરતજ મારી મેહનિદ્રા ઉડી ગઈ.
ઓહો આતો ઝેર! બસ હવે જીવનનાટકનો ખેલ ખલાસ!” આપના વચન તત્કાલ મને યાદ આવ્યાં.
મારા શરીરની નસેનસ ખેંચાવા લાગી, એ વિષની વિષમ જવાલા આખા શરીરનાં બંધન તોડવા લાગી. પ્રતિસમયે હવે હું મૃત્યુની સમીપમાં જતો હતો. મારા માતા