________________
(ર૬૦) આજથી મદ્યપાન મારે હરામ છે શિવ નિર્માલ્ય છે.” હું એકદમ પોકારી ઉઠ્યો.
આપે મને તરતજ મદિરાપાનનાં પચ્ચખાણ કરાવ્યાં. મેં પણ ત્યારથી મદ્યપાનને ત્યાગ કરી દીધો, બીજી પણ આપે કેટલીક શિખામણ આપી ત્યાંથી વિહાર કરી ગયા.
પચ્ચખાણ કરાવીને આપ તે વિહાર કરી ગયા, એ પચ્ચખાણ પારવામાં હું હમેશાં સાવધ રહેવા લાગ્યો. છતાંય પૂર્વના એ સ્વાદનું મને વારંવાર સ્મરણ થવા લાગ્યું. એ મદ્યપાન વગર બધું શૂન્ય જણાયું. જીવને બેચેની લાગવા માંડી, મારી આસપાસ રમણમંડલ મને પ્રસન્ન કરવાને ખુબ પ્રયત્ન કરી રહ્યું હતું પણ મદ્યપાન વગર બધુંય મને નિરસ લાગવા માંડ્યું. એ સ્ત્રીઓ મને વારંવાર મધના પ્યાલા ભરીને હાવભાવ કરતી પાવા લાગી, નયને નચાવતી મધુરા કટાક્ષ છોડતી મારા દિલને લેભાવવા લાગી. અનેક મીઠાં અને ચાટુ વચનાથી મને સંસારના રસમાં ઢળી પાડ્ય. ભરસાગરમાં નાવડુ ઝોકાં ખાય તેમ મારું મન પ્રતિજ્ઞાથી ડેલાયમાન થવા લાગ્યું. અરે! આવી પ્રતિજ્ઞા તે શે પળે. બાધા એટલે જાણે કઈ જ નહિ. એની જાણે કાંઈ કિંમત જ ન હોય, વળી પરભવ કેણ જાણે કેણે જોયે છે. હાથમાં આવેલી લહેજત છોડી દઈ પરભવ માટે વલખાં મારવાં તે તે પેલા ત્રિશંકુ જેવી સ્થિતિ થાય. સ્વર્ગ પણ ન મલ્યું ને