________________
(૨૫૮) શું વિધિનીએ ઓછી ભૂલ હતી. છતાંય એ ભૂલમાં હું રાજી ખુશીથી લપટાયેલો હતો. એ વિષયના સુખમાં અને મદિરાપાનમાં જતા કાળને પણ હું જાણતો નહતો.
એક દિવસ મારા પિતાએ મને કહ્યું, “પદ ! વાસ્વામી ગુરૂ પધાર્યા છે તેમને વાંદવા જાઉ છું, ચાલ ! તારે આવવું હોય તે.”
તેમની પાસે જવાથી કાંઈ લાભ થાય કે નકામાજ પગ તોડતા જવું એટલું જ ? ”
લાભ કેમ નહિ. ગુરૂ તે ભગવાન જેવા, એમના દર્શનથી પાપનો નાશ થાય, એ આપણને ધર્મોપદેશ આપી સન્માર્ગ બતાવશે, સંસાર તરવાને માર્ગ બતાવશે.”
“ત્યારે એમાં આપણું કામ નહિ. મને તે મદ્યપાન ને મોજશેખમાંજ રમવા દ્યો.”
મારાં આવાં વચન સાંભળી પિતા જરા નારાજ થયા, “અરે મુખ! એ મદ્યપાનમાંજ તું મરીશ એમ મને તે લાગે છે માટે એક વાર ગુરૂ પાસે ચાલ.”
કંઈક શરમથી ને કંઈક પિતાના આગ્રહથી હું આપને વાંદવાને આવ્યું. આપને ધર્મોપદેશ સાંભળે. આપે મને મદ્યપાનથી થતા ગેરફાયદા જણાવ્યા.
ભગવાન ! આપ મદિરાપાનને આવી રીતે અધમ