________________
(૨૫૩) ચડતા શત્રુંજયના પ્રથમ શિખર પર આવ્યા. ત્યાં બે શિખરની સંધિમાં વિસામે લેવાને બેઠો. એવામાં કઈ તૃષાતુર કાગડે આવી પાણીપાત્ર ઢળી નાખ્યું. અતિશય તાપથી મુનિનું તાળવું સુકાઈ જતું હતું, જેથી તેમણે ક્રોધ લાવીને કહ્યું કે “હે કાકપક્ષી ! તારા આવા કૃત્યથી આ તીર્થમાં હવે તારી સંતતી આવશે નહિ અને મારા તપના પ્રભાવથી મુનિઓને કલ્પ એવું પ્રાણુક જળ સદા રહેજે.” મુનિના આવા વચનથી કોલાહલ કરતાં કાગડાઓ ક્ષણમાં પર્વત છોડીને ચાલ્યા ગયા. ત્યારથી આ પર્વત ઉપર કાકપક્ષી આવતા નથી. છતાં કદાચ કાકપક્ષી જે આ પર્વત ઉપર નજરે પડે તો વિઘને નાશ કરવાને શાંતિકર્મ કરવું. - જ્યારે ભરત મહારાજ શત્રુંજયની યાત્રાએ પધાર્યા, તે સમયે સર્વ પોતપોતાની શક્તિ પ્રમાણે જુદે જુદે માર્ગેથી ચડતા હતા, તે વખતે સુધર્માગણધરના ચિહ્નણ નામે શિષ્ય લોકોથી વીંટાઈને પશ્ચિમ ભાગેથી ચઢતા હતા. સર્વ શ્રાવકો દસ જન સુધી ચઢ્યા ત્યારે તેમને ઘણી તૃષા લાગી. તેમની રક્ષાને માટે ચિલ્લણમુનિએ પિતાની તપલબ્ધિથી એક સુંદર સરોવર ઉત્પન્ન કર્યું જે આજે ચિલ્લણસરોવર નામે પ્રખ્યાત છે.
બાહુબલીના એકહજાર આઠ પુત્ર (મુનિઓ) કેવળજ્ઞાન પામી મેક્ષ પામ્યા તે શિખર બાહુબલી નામે પ્રસિધ્ધ થયું.