________________
(૨૩૮) જાવડશાહને જેમ માર્ગમાં અધમ અસુરે તરફથી વિજો ઉપસ્થિત થયાં તેવી રીતે જાવડશાહ શત્રુંજયને ઉધ્ધાર કરવા જાય છે એ વાત પણ ધીરે ધીરે પ્રચલિત થતી ગઈ. સાથે રૂષભદેવની પુંડરીક સાથેની ભવ્યમુર્તિ રથમાં બીરાજમાન હોવાથી સ્થાને સ્થાને લેકે દર્શન કરવાને આવવા લાગ્યા, માર્ગમાં કે અનેક પ્રકારે મહેત્સવ કરવા લાગ્યા. અનેક શ્રીમંત શાહુકારે જાવડશાહ આગળ ધનને ઢગલો કરવા લાગ્યા. તીર્થના ઉધારમાં એ ખર્ચવાને વિનંતિ કરવા લાગ્યા. કેટલાક ભાવી ભક્તો શત્રુંજયનાં ને તીર્થ ઉધ્ધારનાં દર્શન કરવાને એમની સાથે થયા. આજ કંઈ વર્ષોથી શત્રુંજયનો ઉછેદ થઈ ગયો હતો. તાળાં દેવાયાં હોવાથી તેમ જ પદી અસુરને જાલિમ જુલમ હોવાથી કોઈની ત્યાં જવાની તાકાદ નહોતી. આજ વર્ષોથી ભગવાન અપૂજ્ય હતા. ભાવિક ભક્તો શત્રુંજય જવાને કલ્પાંત કરી રહ્યા હતા. શત્રુજયની યાત્રા બંધ પડ્યાને લગભગ અધી સદી વહી ગઈ હતી, તે સમયમાં ભારતની જેન પ્રજાના અવારનવાર શત્રુંજયના સંઘ નીકળતા હતા પણ પાછળથી અસુરના ત્રાસથી એ સંઘો બંધ પડી ગયા હતા. સાહસ કરીને જનારા અસુરેના હાથને શિકાર થયા હતા. અનેક ત્રાસ, અનેક જુલમો તેઓ વરસાવી રહ્યા હતા, જેથી તીર્થ જવાની કેઈની હિમત ચાલતી નહોતી.