________________
(૨૪૮) લેકે પણ દીંગ થઈ ગયા. શું જાવડશાહનું ભાગ્ય ! વતનમાં પગ મુક્તાંજ બારબાર વર્ષે અઢારે વહાણ સુવર્ણથી ભરેલાં આજે પાછાં આવે છે. એ વહાણને પત્તેય નહોતો, સમુદ્રમાં ગરક થઈ ગયેલાં કે એના વમળમાં સપડાયેલાં, એ આપત્તિમાંથી છૂટી દ્વીપે દ્વીપે રખડતાં સુવર્ણદ્વીપે જઈ ચડ્યાં. કરીયાણુથી ભરેલાં મૂળ એ વહાણે, સાગરની ઘુમરીઓમાં સપડાઈ ગયાં, કેટલેક સમયે વાયુના સપાટામાંથી છુટ્યા ને પવનની પ્રચંડ ગતિએ એને જ્યાં ત્યાં ભમાવ્યાં, આખરે સુવર્ણદ્વીપને કીનારે આવ્યાં અને આગ લાગવાથી કરીયાણું ખલાસ, પણ સુવર્ણદ્વીપમાંથી એ અઢારે વહાણ એક પ્રકારની (તેજતુરી) થી ભરી પાછા ભરસાગરમાં ઝુકાવે છે ને તે મધુમતીને કાંઠે નિહાળે છે એ પણ વિધિની વિચિત્રતાજને !
બધાય જ્યારે જાવડશાહના ભાગ્યનો વિચાર કરી રહ્યા હતા ત્યારે જાવડશાહ જુદા જ વિચારમાં હતા. એક સાથે બે વધામણી. એક તરફ ગુરૂનું આવાગમન અને બીજી તરફ લક્ષ્મીદેવીનું. પ્રથમ કોનું સ્વાગત કરવું. આતો ભરત અને સગર ચકવત્તીની પેઠે થયું. એક તરફ ભગવાનને કેવલજ્ઞાન થયાની વધામણું બીજી તરફથી ચકરત્નની ઉત્પત્તિ, એ બેમાં પ્રથમ મહોત્સવ કોને કરવો તે માટે ક્ષણભર વિચાર કરી વિવેકી ચકી ભગવાનના કેવલજ્ઞાનને મહત્સવ પ્રથમ કરી ચક્રની પૂજા કરે છે, કારણ કે ભગ