________________
( ૨૪૯) વાન તો માક્ષલક્ષ્મીને આપનારા છે ત્યારે ચકત સંસારની વૃદ્ધિનું જ કારણ. જે કે મહાપુણ્યથી એની પ્રાપ્તિ થાય છે છતાંય સંસારને વધારનાર એ ચક પિતાના ધરનારને સાતમી નરકે પણ મોકલે છે.
લક્ષ્મીને એવી રીતે સંસારવૃદ્ધિનું મૂળ સમજી વિવેકી જાવડશાહ પ્રથમ ગુરૂવંદનની તૈયારીનો નિશ્ચય કરી બધી સભાને ઉદ્દેશીને કહ્યું “ભાઈઓ ! આપણા સારા ભાગ્યેજ વાસ્વામી ગુરૂ પધાર્યા છે. આપણા ધર્મસામ્રાજ્યમાં એ અત્યારે શાસનનાયક છે. દશમૂવી અને મહા સમર્થ એવા એ ગુરૂવરને કદાચ આપ પણ જાણતા હશે. આપણું પ્રથમ કર્તવ્ય એ ગુરૂને વંદન કરીને ને ગુરૂમહોત્સવ કરીને આપણે બજાવીયે. ગુરૂનું આપણે સામૈયું કરીએ.”
જાવડશાહની વાણીને સર્વે અનુમોદન આપ્યું. જાવડશાહની માફક ધણાયે ગુરૂનું નામ સાંભળેલું, એ સાથે એમનું સમર્થપણું પણ જાણમાં આવેલું. બધા એમનાં દર્શન માટે ઉત્કંઠિત થઈ ગયા. જાવડશાહ તરતજ મોટી ધામધૂમપૂર્વક ગુરૂની સામે ગયા, એ ગુરૂના સામૈયામાં શી ઉણપ હતી. પોતાના સામૈયા કરતાંય ગુરૂસ્વાગતનું સામૈયું અતિ અદ્ભુત હતું. અનેક સમૃદ્ધિવંત નાગરિકે એમની સાથે હતા, વાજીંત્રના મધુરાનાદ કર્ણને આનંદ આપી રહ્યા હતા, ભાગ્યવંતી લલનાઓ ગુરૂ-સ્વાગતની ગહુ