________________
(૨૪૬ ) વૈવનવંતા પુત્રની સાથે તેમજ પોતાના કુટુંબ, ગોત્રીય જનો અને બીજા અનેક સ્વામીભાઈઓ સાથે તે મધુમતીમાં પ્રવેશ કરતા હતા. એમના હર્ષને કાંઈ પાર નહોતો.
એ સામૈયામાં સૌરાષ્ટ્રના શણગારરૂપ અનેક જુદા જુદા શહેરનાં નામાંકિત પુરૂષે પ્રભુ દર્શને આવેલા હતા. પિત પિતાના મંડલ-શહેરમાં માન પામેલા, અગ્રગણ્ય અનેક શ્રીમંત પુરૂષ હતા, અનેક ગામ પરગામથી આવેલા ભાવિક ભક્તો સામૈયામાં દેખાતા હતા. એ મહાન ધામધુમ પૂર્વક સારાષ્ટ્રના અનેક શહેરના સગ્રહથી સત્કાર કરાતા અને સન્માનાતા જાવડશાહે પિતાના કુટુંબ પરિવાર સાથે શુભ મુહુર્તે મધુમતીમાં પ્રવેશ કર્યો. પોતાના નિવાસ સ્થાનમાં પધાર્યા. એ અત્યાર લગી શૂન્ય જણાતો રાજગઢ મનુષ્યના ગરવથી ગાજી ઉઠયે. માનવીઓના મહામેળાથી મધુમતી આનંદથી ઝળહળી ઉઠયું. એ રાજગઢમાં આવેલા અનેક મહેલ પૂર્વની માફક પાછા માણસોથી ઉભરાઈ ગયા. ભગવાનને પણ એક સુંદર જગાએ મહેમાન તરીકે સ્થાપન કર્યા, મુક્ત હાથે જાવડશાહે શ્રીફળ અને સાકરની લ્હાણી કરી. પિતાની સાથે આવેલા સ્વામીભાઈઓને માટે પણ ઉતારાની ગોઠવણ કરી એમના ખાનપાનની વ્યવસ્થા કરવા પોતાના માણસને–સેવકોને હુકમ કર્યો. અનેક વિઘોની પરાકાષ્ઠા તોડીને જાવડશાહ પરિવાર સહિત મધુમતીમાં આવ્યા.