________________
( ૨૪૪ )
બળવાનથી પણ શું થઈ શકે ? વજ્રસ્વામી જેવા સમર્થ યુગપ્રધાન પુરૂષના સામ્રાજ્ય કાલમાંજ શત્રુંજયના ઉચ્છેદ થયે હતા ને એમની પાછળની વૃધ્ધાવસ્થામાં એમનીજ સહાચથી તીર્થોધ્ધાર થયે. એવા સમર્થ યુગપ્રધાન પુરૂષને પણ અનુકૂળ સમયની રાહ જોવી પડી છે. માણુસ સર્વ શક્તિમાન હોય છતાં તથા પ્રકારના સાધનાને અભાવે તે શું કરી શકે ? કાર્યને અનુકૂળ જોઇતાં સાધનાને અભાવ સમર્થ પુરૂષને પણ લાચાર બનાવી દે છે. એ સાધના અમુક સમચેજ પ્રાપ્ત થવાનાં હાય તેા તે સમય સુધી મને કે કમને ગમે તેવા પુરૂષને પણ રાહ જોવી પડે છે.
નિરાશામાં પણ અમર આશા છુપાયેલી હેાય છે. અંધકાર પછી પણ પ્રકાશ જરૂર આવે છે તે મુજબ એવી નિરાશામાં જાવડશાહ પ્રતિમા લઇને શત્રુંજય તરફ જાય છે એ સમાચાર ચારેક઼ાર ફરી વળ્યાં, છતાંય એવા અસુરને ત્રાસ જાવડશાહ કેવી રીતે નિવારશે તે માટે લેાકેાનાં મન સંશયગ્રસ્ત હતાં. કેટલાક આશાવાદીએ શ્રધ્ધાથી જોનારા કહેતા કે જરૂર શાસનદેવ એને સહાય કરશે, સારા કામમાં જો કે સા વિજ્ઞો તે આવે પણ કાર્ય આરંભ કરનારા ડાહ્યા અને સુજ્ઞજન હેાય તેા કાર્યને પાર ઉતાર્યા સિવાય રહેતા નથી. તેવીજ રીતે આ કાર્ય પણ જાવડશાહ પાર તારે એવી સમસ્ત જનની શાસનદેવ તરફ પ્રાર્થના હતી. શાસન દેવ પ્રાર્થના સ્વિકારે એટલે બસ ?