________________
(૨૪૩ ) પરજન્મમાં ચાલી ગયેલા, સાધુ મહારાજે વ્યાખ્યાનમાં શત્રુજયનું માહાત્મ્ય કહે એનાં ઉધ્ધારનું વર્ણન કરે, અથવા તો ઘેર બેઠાં બેઠાં એનું સ્મરણ કરે, શત્રુંજયને ક૫ યાદ કરે કે પ્રતિ દિવસ શત્રુંજય સન્મુખ દિશાએ બેસીને ભાવીક ભક્તજન શત્રુંજયનું ચૈત્યવંદન કરે, ને મનમાં સંતોષ માને.
શત્રુંજય બંધ થતાં પહેલી સદીના ઉત્તરાર્ધમાં શત્રુ જયની આ સ્થિતિ હતી. તેના દર્શને ઉત્કંઠિત ભક્તોની પણ એ મુજબ પરિસ્થિતિ હતી. અત્યારે તે ચારેકોર નિરાશા હતી, એ નિરાશાય અંધકારમય હતી. પ્રકાશની આશા દૂર દૂર નજર ફેંકવા છતાં ક્યાંય દેખાતી નહતી. મનુષ્યને ત્રાસ હેત તો મનુષ્ય નિવારવાને સમર્થ થઈ શકે, રાજાને ત્રાસ હોત તો રાજાના મૃત્યુ પછી પણ એનો અંત આવી શકે, ધર્મવિલવ હોય તો કોઈ મહા વિદ્વાન વાદીઓ સાથે વાદ કરીને પણ પિતાના ધર્મમાં સ્થાપી શકે, પરંતુ આતે ત્રાસ અસુરને. જુલ્મ કરનારમાં એક શક્તિની ઉણપ નહેાતી, જળમાં સ્થળ કરે, અને સ્થળમાં જળ કરવાની, બધી પૃથ્વીને ડેલાયમાન કરી શકે એ સર્વ શક્તિમાન હતો. બધા વિશ્વને જીતવાને સમર્થ હતો, એવા જાલીમ અસુરની સત્તા તળે દબાચેલા તીર્થને મનુષ્યની અલ્પશક્તિથી શી રીતે છોડવી શકાય.
મનુષ્યમાં કદાચ સર્વશક્તિમાનપુરૂષ હશે, પણ જ્યાં લગી કાળની સ્થિતિ બરાબર ન પાકી હોય ત્યાં લગી એ