________________
(ર૪૧ ) શહેરને પવિત્ર થએલું માનતા હતા. આવી કેટલીક વિનંતિ ને આગ્રહથી જાવડશાહનો માર્ગ લાંબે થઈ ગયે જેથી એમણે સીધે રસ્તેજ જવાનું પસંદ કર્યું. માર્ગમાં પણ જ્યાં શહેર આવતું ત્યાં પણ જરૂર સિવાય વધારે રોકાતા નહી. લોકોના માન સન્માનને સ્વિકારતા જાવડશાહ મધુમતી તરફ આવ્યા, ત્યાં તો એમની સાથે ઘણું માણસ ભેગું થયું. હજારે માનવ સમુદાય એ શત્રુંજયનાં દર્શન કરવાને ઉલટયાં હતાં, વિઘની શાંતિ માટે માર્ગમાં તપ કરતા જિનેશ્વરનું ધ્યાન કે સ્મરણ કરી વિનને નાશ કરતા હતા.
સારીય આલમમાં શત્રુંજયને માર્ગ ખુલ્લો થવાના સમાચાર ફેલાઈ રહ્યા હોવાથી અસંખ્ય ચક્ષુઓ શત્રુંજયના દર્શન કરવાને તલસી રહી હતી. ભક્તો હર્ષથી ગાંડા ગાંડા થઈ જવા લાગ્યા. એ શત્રુંજયના શિકાર નહિ પણ ભક્તો સમજતા હતા કે આતો જાવડશાહ દરેકને માટે મોક્ષના દ્વાર ખુલ્લાં કરે છે. તીર્થનો નાશ કરનારા જુલ્મી અસુરના બળને તોડી લંકાના આત્મકલ્યાણને માર્ગ ખુલ્લો કરવો એના જેવી મોટા ભાગ્યની નિશાની બીજી શી હશે. લેકે જાવડશાહને પરમ તારક માનવા લાગ્યા, માનવસમુદાયમાં એને અધીક ભાગ્યવંત માનવા લાગ્યા. કુમારિકાઓ, તરૂણીઓ અને પ્રૌઢાઓ તેમજ વૃદ્ધાએ અનેક પ્રકારે જાવડશાહને આશીષ આપવા લાગી, એમના માર્ગમાં વિદનો