________________
પ્રકરણ ૨૭ મું.
વતનમાં. જાવડશાહે સૌરાષ્ટ્ર મંડળમાં પ્રવેશ કર્યો. પિતે રૂષભદેવની પ્રતિમા રથમાં પધરાવી શત્રુંજય તરફ પધારે છે. આ સમાચાર સૌરાષ્ટ્રના ખુણે ખુણે ફરી વળ્યા. જો કે આજના જેમ તે સમયમાં તાર ટપાલ કે વાયરલેસનાં સાધન નહોતાં છતાંય મુસાફરીનો માર્ગ સતત વહેતો હોવાથી વાત બધેય ફેલાઈ ગઈ. મધુમતીના લેકના પણ જાણવામાં આવ્યું કે આપણા ઠાકર પધારે છે ને અહીંથી શત્રુંજય તરફ જવાના છે. બધેય સ્થાનકે ખૂબ હર્ષના સમાચાર ફેલાઈ ગયા, ભક્તલકે શયને માર્ગ ખુલે થવાને સાંભળવાથી તેમના હર્ષની તે વાત જ શી ?
જાવડશાહના સામૈયા માટે ભારે તૈયારીઓ ચાલી રહી. મહાજનને તો બમણો લાભ હતે. એક તે એ મધુમતીને ધણ હતો બીજી રીતે શત્રુંજયને ઉદ્ધાર કરનાર મહાન ભાગ્યવંત હતો. માર્ગમાં ગામે ગામ એમનાં માન સન્માન થતાં ગયાં, ગામ તેમજ શહેર કે નગરવાસીઓ પિતાને ગામ થઈને એમને જવાનું આમંત્રણ કરતા એટલું જ નહી પણ કંઈ છેટેથી એમને શહેરના નાગરીકે પિતાને ગામ તેડી જઈ એમની ભક્તિ કરતા ને પ્રભુની દષ્ટિથી ગામ કે