________________
(ર૩૭) શાહીરાજાની જરૂરી મદદ લઈ જાવડશાહ સર્વ પરિવાર સાથે તક્ષશીલાનગરી આવ્યા ત્યાંના રાજા જગન્મલ્લ આગળ ભેટશું મુકાયું. રાજાએ સંતોષ પામી આવવાનું કારણ પૂછ્યું.
જાવડશાહે પ્રતિમા સંબંધી હકીકત કહી સંભળાવી, રાજાની મરજીથી જાવડશાહે ધર્મચક આગળ આવી પવિત્રપણે તેનું પૂજન કર્યું અને તપ આદર્યું. કેટલેક સમયે બે પુંડરીકળવાળું એક રૂષભદેવનું બિંબ અકસ્માત ત્યાં પ્રગટ થયું. માણસોને ભાગ્યથી શું પ્રાપ્ત નથી થતું ? અથવા તો તપથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે.
પંચામૃતથી પ્રભુના બિંબને પ્રક્ષાલન કરી પૂજા કરી રથમાં બેસારી પ્રભુને તક્ષશીલા નગરીમાં લઈ ગયો. રાજા પણ જાવડના ભાગ્યથી પ્રસન્ન થયો ને રાજાએ પૂર્ણ પણે સહાય આપી.
પિતાના શેત્રીઓની સાથે જાવડશાહ પ્રતિમાને લઈને શત્રુંજય તરફ ચાલ્યો. માર્ગમાં કંઈ પણ વિધ્ર ન આવે તે માટે રોજ એકાસણાનું તપ કરવું શરૂ કર્યું.
માર્ગમાં અનેક જાતના વિધ્ર આવ્યાં. સ્થાને સ્થાને ભૂમિકંપ, મહાવાયુ, અગ્નિદાહ વગેરે ઉપદ્રવ થવા લાગ્યા. ભાગ્યેાદયથી એવા અનેક ઉપસર્ગોને નિવારતા જાવડશાહે સૈરાષ્ટ્રમંડલમાં પ્રવેશ કર્યો.