________________
(ર૩૪) લોલુપી થયા, ને સિધ્ધગિરિની આસપાસ પચાસ પચાસ
જન પર્યત બધી ભૂમિ ઉજ્જડ કરી નાખી. એ અસુરેએ આજે પર્વત ઉપર ઉત્પાત મચાવી મુક્યું છે. શાસનરક્ષક દેવતાઓ પણ આની કેમ જાણે ઉપેક્ષા કરી રહ્યા છે. અને જેથી ઉજ્જડ ગામમાં એરડે માને હું ધણી એવી રીતે કપદયક્ષ પાપમાં રક્ત બની પોતાના સાગ્રીતો સાથે ભગવાનની પણ આશાતના કરી રહ્યો છે. કેઈને ત્યાં જવા દેતો નથી. જે કઈ સાહસ કરીને ત્યાં જવાનો પ્રયાણ કરે છે તો પદયક્ષ તેને મારી નાખે છે. ભગવાન પણ આજે તે અપૂજ્ય છે એવા બારીક અને વિકટ સમયમાં પાંચમા આરામાં શત્રુંજયને તેરમે ઉધ્ધાર જાવડશાહ નામે પુરૂષના હાથથી થશે.
સ્વેચ્છનગરમાં એ પ્રમાણે શત્રુંજયના ઉધારેનું મુનિરાજ વર્ણન કરતા હતા તે દરમીયાન જાવડશાહ પિતાનું નામ સાંભળી ચમક્યા.
“પ્ર ! શું કહ્યું જાવડશાહના હાથે તેમે ઉદ્ધાર થશે એમ આપે કહ્યું. ” જાવડશાહે ફરીને ખાતરી કરવાને પૂછ્યું.
હા ભગવાને કહ્યું છે કે જાવડશાહ નામે પુરૂષ શત્રુંજયને તેરમો ઉદ્ધાર કરશે.” મુનિરાજે કરીને કહ્યું. જાવડશાહ વિચારમાં પડી ગયા.