________________
પ્રકરણ ૨૬ મું
એ જાવડશાહ હું કે બીજો. શત્રુંજય ગિરનાર, શેરઠના શણગાર એક ઉત્તમ તારણહાર, શિવ વરવાનું સ્થાન એ. પાપી ખુની અધમને, તારનાર એ એક છે; મહમલને જીતવાને, શત્રુંજય તે એક છે.”
પહેલા આરામાં એંશી યોજન, બીજા આરામાં સીત્તેર યોજન, ત્રીજા આરામાં સાઠ એજન, ચોથા આરામાં પચાસ
જન, પાંચમા આરામાં બાર એજન, અને છઠ્ઠા આરામાં માત્ર સાત હાથનું પ્રમાણ શત્રુંજયગિરિનું છે. જુદા જુદા ૧૦૮ નામેથી એની સ્તુતી કરેલી છે. મુખ્યતાએ એનાં નામ ૨૧ પણ છે. શત્રુંજયને કૈલાસ પણ કહેવામાં આવે છે. તાલધ્વજ પણ શત્રુંજયના એક શિખરનું નામ છે. ચોથા આરામાં એનું પ્રમાણ પચાસ યોજન પ્રમાણે બતાવ્યું છે. એ ચોથા આરામાં મોટા મોટા બાર ઉધ્ધાર થઈ ગયા છે બાકી સુક્ષ્મ ઉધારે તો ગણી ન શકાય એટલા બધા છે.
ચોથા આરામાં બારમો ઉધ્ધાર પાંડવોએ કરેલ તે પછી અત્યાર સુધીમાં ઘણય સંઘવીએ સંઘ લઈને આવેલા, એમણે જીર્ણોધ્ધારે કરેલા તેમજ નવીન ચૈત્ય પણ કરાવેલાં.