________________
( ૨૩૦) ઉપર જઈ બરડ રાક્ષસે કરાવેલા નેમિનાથના ચિત્યનો. પુનર્ધાર કર્યો અને નેમિનાથની પુન: સ્થાપના કરી. ટંકા નગરીમાં કૌશલ્યાએ રૂષભદેવનું ચૈત્ય કરાવ્યું. સુપ્રભાએ વલ્લભીનગરમાં મેટું ચૈત્ય કરાવી શાંતિનાથની પ્રતિષ્ઠા કરાવી. કાંપિલ્યનગરમાં રામે આદિનાથને પ્રાસાદ કરાવ્યું. દશરથરાજાના પુત્રો સાથેની મહાયાત્રામાં સવેએ પોતપોતાની ભક્તિ બતાવી. તે પછી રામલક્ષ્મણને બળદેવ અને વાસુદેવની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ ત્યારે શત્રુંજયની યાત્રાએ જઈ અગીયારમો ઉદ્ધાર કર્યો.
પાંડવ રાજ્યપ્રાપ્તિ પછી શ્રી કૃષ્ણની સાથે યાત્રા કરવાને સિદ્ધગિરિએ આવ્યા. કાળના માહાઓથી ચેત્યે જીર્ણ થયેલાં જોયાં જેથી ગિરનારને ઉદ્ધાર વાસુદેવે કર્યો અને શત્રુંજય ઉપર આદિનાથનું ઉન્નત ચૈત્ય કરાવ્યું ને સુગંધિત દિવ્ય દ્રવ્યથી શિલ્પીઓ પાસે પ્રભુનું બિંબ રચાવી વરદત્ત ગણધરને હસ્તે શુભ મુહુર્તે પ્રતિષ્ઠા કરાવી તીર્થનો ઉધ્ધાર કર્યો. તેમણે કાષ્ટના પ્રાસાદો કરાવ્યા હતા.
અષ્ટપ્રકારી પૂજા રચાવી ચૈત્ય ઉપર મહાધ્વજ ચડાવ્યું. યાચકને ઈચ્છા પ્રમાણે અવિશ્રાંત દાન દીધું ને પ્રભુની આરતી ઉતારી પુષ્કળ દાન આપ્યું.
એ પ્રમાણે શત્રુંજયને ઉધ્ધાર કરી પાંડેએ ચંદ્ર