________________
(૨૮) ચોથા અભિનંદન સ્વામી શત્રુંજય ઉપર આવ્યા, ત્યારે તેમની દેશના સાંભળી વ્યંતરે નવીન પ્રાસાદો તૈયાર કરાવી આઠમો ઉદ્ધાર કર્યો.
આઠમા ચંદ્રપ્રભુ કેવલજ્ઞાન મેલવી વિહાર કરતાં શત્રુંજયગિરિ ઉપર આવ્યા. તીર્થના મહિમાનું વર્ણન કરી ત્યાંથી ચંદ્રોદ્યાનમાં સગર ચકી લાવેલા સમુદ્રને તીરે સમવસર્યા. ત્યાં દેશનાને અંતે ચંદ્રયશાના પિતા ચંદ્રશેખરે દીક્ષા ગ્રહણ કરી ભગવાનના કાર્યોત્સર્ગના સ્થાને સમુદ્રના તટ ઉપર ધરણેન્દ્ર ચંદ્રપ્રભુનો ચંદ્રકાંતમણિનો એક પ્રાસાદ તૈયાર કરાવ્યો. ચંદ્રશેખર વિહાર કરતા ચંદ્રપ્રભા નગરીએ આવ્યા. તેમને ચંદ્રયશા પાંચસો રાજાઓ સાથે વાંદવા આવ્યા તેમને ઉપદેશ આપતાં કહ્યું કે, “ચંદ્રપ્રભુ અહિયા ચંદ્રોદ્યાનમાં રહેલા હોવાથી આ ઉત્તમતીર્થ ચંદ્રપ્રભાસ નામે પ્રખ્યાત થશે. સમુદ્રની ભરતી આવે તેવા જે ભાગમાં પ્રભુ કાર્યોત્સર્ગ રહ્યા હતા ત્યાં લવણ સમુદ્રના અધિષ્ઠાયકે ભક્તિથી સમુદ્રને રૂંધીને સ્થળરૂપી પૃથ્વી કરી દીધી ને તે ઠેકાણે ધરણે જે પ્રભુને નિર્મળ પ્રાસાદ તૈયાર કરાવ્યા ને તીર્થ થયું. સમુદ્ર પણ ત્યારથી પવિત્ર થયા. પૂર્વે રૂષભદેવનાં પિત્ર અને બાહુબલીના પુત્ર સોમયશા (ચંદ્રકીર્જિ) એ પોતાના ભાવથી ચંદ્રોદ્યાનની પાસે ભાવી તીર્થકર ચંદ્રપ્રભપ્રભુનો પ્રાસાદ કરાવી આ ચંદ્રપ્રભા નગરી વસાવી હતી ત્યારથી આ સ્થાન પવિત્ર થયું છે.