________________
( રર૭) એકદા ચોથા દેવકના પતિ માટે પ્રભુના એ જીર્ણ પ્રાસાદો જોયા. પિતાની ભક્તિથી તેણે નવા પ્રાસાદે કરાવી ઉદ્ધાર કરાવ્યો. એવી રીતે તાલધ્વજ, ગીરનાર વગેરે બીજા શિખરો ઉપર પણ ચૈત્યનો ઉદ્ધાર કરાવ્યો. ઈશાનદેવેંદ્રના ઉદ્ધારને કેટી સાગરોપમ કાલ ગયા પછી શત્રુંજય ઉપર માહેંદ્રને ચોથો ઉદ્ધાર થયે.
મહેંદ્રના ઉદ્ધાર પછી દશ કટિ સાગરેપમ કાલ ગયા પછી બ્રહ્મદેવકના ઇંદ્ર પાંચમે ઉધ્ધાર કર્યો.
પાંચમા ઉધાર પછી એક લાખ મેટિ સાગરેપમ કાલે ગયે છતે ભવનપતિના ઈંદ્ર ચમરે શત્રુંજયને છઠ્ઠો ઉધ્ધાર કર્યો.
સગરચકવતી થયા તેઓ સંઘપતિ થઈને શત્રુંજયગિરિ ઉપર આવ્યા. તેમણે સુવર્ણગુફામાં રત્નમય બિંબ પધરાવી સેના અને રૂપાનાં નવીન મંદિરે કરાવી સુવર્ણની પ્રતિમાઓ કરાવી. લગભગ અર્ધ ચતુર્થ આરે વીતે છતે શત્રુજ્યને સાતમો ઉધ્ધાર બીજા સગર ચકવર્તીએ કર્યો. ત્યાંથી ગિરનાર આવતાં માર્ગમાં ચંદ્રપ્રભાસ તીર્થમાં સમયશાએ ભરાવેલા ચંદ્રપ્રભુ તીર્થકરને નમી ત્યાંથી ગીરનાર આવ્યા. પછી આબુ, અષ્ટાપદ, સમેતશિખર, વૈભારગિરિ વગેરે સ્થળે યાત્રા કરી શત્રુંજયના રક્ષણ માટે લવણસમુને પશ્ચિમ દરવાજેથી પ્રવેશ કરાવી સાસ આગળ થંભાવ્યો.