________________
(૨૯) સગરચક્રીએ શત્રુંજયની રક્ષાને માટે લવણસમુદ્રને આકર્યો હતો પણ તેને અહીં આગળજ અટકાવ્યો હતો. તેને આઠમા તીર્થકરના સ્નાત્રજલ સાથે સ્પર્શ થવાથી અતિ પવિત્ર છે. વળી બ્રાહ્મી નદીને પણ બ્રહ્મદ્ર પ્રભુને સ્નાત્ર કરા વવાને માટે લાવેલા હતા.
જેથી ચંદ્રયશાએ સોમયશાના પ્રાસાદની નજીકમાં પ્રાસાદ કરાવી ચંદ્રપ્રભપ્રભુની ચંદ્રકાંત મણિમય મૂર્તિ ભરાવી. પછી ચંદ્રયશા સંઘવી થઈને શત્રુંજયે આવ્યા. ત્યાંના જીર્ણ પ્રાસાદે જોઈ ગુરૂવાણુથી આદરપૂર્વક ઉદ્ધાર કર્યો. પુંડરિક, રૈવત, આબુ, વગેરે સર્વને તેમણે ઉદ્ધાર કર્યો. એવી રીતે ચંદ્રપ્રભુના સમયમાં ચંદ્રયશાએ શત્રુજ્યને નવમો ઉદ્ધાર કર્યો. - શાંતિનાથના પુત્ર ચકાયુધે જીનપ્રાસાદનો જીર્ણોધાર કર્યો અને કેટલાક નવા પ્રાસાદે બનાવ્યા. શત્રુજયનો દશમે ઉધાર ચકાયુધ કર્યો.
રામલક્ષમણના હાથે અગીયારમે ઉધાર શત્રુંજયનો થયો. કેટલાક જીર્ણપ્રાસાદને ઉદ્ધાર કરાવી કેટલાંક નવાં બંધાવ્યાં. સીતાએ ચંદ્રપ્રભાસ નગરમાં એક નવીન ચૈત્ય કરાવી ચંદ્રપ્રભપ્રભુની સ્થાપના ગુરૂ પાસે કરાવી. દશરથ રાજાએ ગીરનાર ઉપર જઈ નેમિનાથની પૂજા કરી તીર્થોધાર કર્યો. કેકેયીપતિની સંમતિથી બરડા નામના ગિરિ