________________
(રર૫) ખડ્ઝ, ઢાલ, ત્રિશળ અને સર્ષ રહેલાં છે એવા તાલધ્વજ નામે દેવને ત્યાં રક્ષક સ્થાપે.
ભરત મહારાજા પછી ગિરનાર ઉપર આવ્યા ત્યાં ભાવી નેમિનાથનાં ત્રણ કલ્યાણક ત્રણ મોટા જિનપ્રાસાદ કરાવી નેમિનાથની પ્રતિમા સ્થાપના કરી. બીજા પણ ઉત્તમ પ્રાસાદ કરાવી રૂષભદેવ, નેમિનાથ વગેરે તીર્થકરની પ્રતિમા સ્થાપન કરાવી.
ગિરનારથી વાયવ્ય દિશા તરફ એક પર્વત આવેલો હતો તે સંબંધી હકીકત ભરત મહારાજે શક્તિસિંહને પૂછવાથી શક્તિસિંહે કહ્યું, “એક કુમતિ બરટ નામને વિદ્યાધર રાક્ષસી વિદ્યા સાધી તે પર્વત ઉપર રહેલો જેથી આ ગિરિ પણ બરડાના નામથી વિખ્યાત થયો છે. ભયંકર વિદ્યાથી તેમજ ભયંકર રાક્ષસોથી સેવાતો અને આકાશગામિની વિદ્યાથી આકાશમાં ગમન કરે તે મારી આજ્ઞા પણ માનતો નથી.”
શક્તિસિંહની વાણું સાંભળી ભરત મહારાજાએ સુષેણને મોકલી પકડી મંગાવ્યું. એ બરટ પ્લાન મુખવાળો ભરતની આજ્ઞાથી જિનેશ્વરનો સેવક થયે ને એ પર્વત ઉપર આદિનાથ અને તેમનાથના બે ભવ્ય પ્રાસાદો કરાવ્યા. પૂર્વ ૧૫