________________
(૨૪) તેની નીચે રહેલી મણમય મંડળ ઉપર ભગવાનની પાદુકાને નમસ્કાર કર્યો, મોટી ભક્તિ વડે તેમની પૂજા કરી. ભરત મહારાજે જિનેશ્વરને પ્રાસાદ રચવાને વર્લ્ડ કી રતને આજ્ઞા કરી જેથી વૈલોક્યવિભ્રમ નામે પ્રાસાદ તૈયાર થયે. તે પ્રાસાદ એક કોશ ઉંચે, બે કેશ લાંબો, અને એક હજાર ધનુષ્ય પહોળો હતો. મણીમય એ પ્રાસાદમાં રૂષભ પ્રભુની ચતુર્મુખવાળી રસમય મૂર્તિ ઝળકી રહી હતી તેની બન્ને પડખે પુંડરીકજીની મૂર્તિઓ ગોઠવી. તેમજ કાયસગે રહેલી પ્રભુની મૂર્તિની બન્ને બાજુએ ખરું ખેંચીને રહેલી નામિવિનમિની મૂર્તિ તૈયાર કરાવી. બીજા પણ અનેક પ્રાસાદ કરાવી નાભિરાજા, મરૂદેવી માતા તથા પિતાના પૂર્વજોની મૂર્તિઓ બેસાડી. તેમજ બીજા નવીન મંદિરેમાં તેવીશ તીર્થકરનાં બિબ પિતપોતાના દેહમાનને વર્ણ પ્રમાણે સ્થાપીત કર્યા. સુનાભ ગણધરના હાથે સૂરિ મત્રે પૂર્વક પ્રતિષ્ઠાવિધિ ભરત મહારાજે કરાવ્યું. મરૂદેવી માતાથી આરંભી પુંડરીક ગણધર સુધી જે સિદ્ધ થયા તેમનાં શરીર તો ક્ષીર સમુદ્રમાં દેવતાઓએ પધરાવ્યાં ને તે પછીના મુનિઓ શત્રુંજય ઉપર મેક્ષે ગયા તેમના શરીરની ઉત્તરક્રિયા માટે શત્રુંજયના મુખ્ય શિખરની નીચે ફરતી બેબે જન ભૂમિ છોડી દઈને સ્વર્ગ નામના ગિરિ ઉપર અગ્નિસંસ્કારની વ્યવસ્થા કરીને ત્યાંથી તાલધ્વજ શિખર ઉપર આવીને ભરત મહારાજાએ જેના હાથમાં